હવે પન્નીરસેલ્વમ જૂથે શશીકાલાને AIADMK માંથી હટાવ્યા

AIADMK: O Panneerselvam Camp Sacks Sasikala And The Entire Tamilnadu Cabinet

ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ-અન્નાદ્રમુક (AIADMK) પ્રમુખ શશીકલાની વિરુદ્ધ બગાવત કરનાર પૂર્વ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમ જૂથે શુક્રવારે નવો રાજકિય નાટકમાં નવો વળાંક આપ્યો છે. નવનિયુક્ત મુખ્યમંત્રી પલાનીસ્વામીના શક્તિ પરિક્ષણના એક દિવસ પહેલા પન્નીરસેલ્વમ જૂથે શશીકલા અને તેના બે સંબંધીઓને અન્નાદ્રમુક (AIADMK) ના “સિદ્ધાંતો અને આદર્શોની વિરુદ્ધ જવા માટે” પક્ષમાંથી હટાવી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, શશીકલા મંગળવારે જ પન્નીરસેલ્વમ અને તેમના કેટલાક સમર્થકોને પાર્ટીમાંથી બરખાસ્ત કરી ચૂકી છે. શશીકલા દ્વારા પાર્ટી અધ્યક્ષ મંડળના ચેરમેન પદેથી ઈ.મદુસૂદનને એક વક્તવ્યમાં કહ્યું કે શશીકલાએ દિવંગત જયલલિતાને વચન આપ્યું હતું કે તે રાજનીતિમાં આવશે નહિ.
સરકાર અથવા પાર્ટીની હિસ્સો બનવામાં કોઈ દિલચશ્પી નથી, તેમણે આ વચનનો ભંગ કર્યો છે. તેમણે કાર્યકર્તાઓને શશીક્લાથી કોઈ સંબંધ નહિ રાખવાનું પણ કહ્યું. બીજી તરફ પન્નીરસેલ્વમ જૂથે વિધાનસભા સ્પીકરની મુલાકાત લઈને શનિવારે ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ પર ગુપ્ત મતદાન કરાવવાની માંગણી કરી છે.

મદુસૂદનને કહ્યું કે “પાર્ટીના સિદ્ધાંતો અને આદર્શોની વિરુદ્ધ જાણે અને અમ્માને આપેલા વચનનું ઉલ્લંઘન કરવા માટે વી.કે. શશીકલાને પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી હટાવી દેવામાં આવ્યા છે. તેમની પર અપરાધિક કેસ પણ છે. તેમણે પાર્ટીની છબી ખરાબ કરી છે.”

મદુસૂદનને અન્નાદ્રમુકના ઉપમહાસચિવ ટીટીવી દિનાકરન અને એસ. વેંકટેશને પણ પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દીધાની પણ જાહેરાત કરી હતી. આ બંને શશીકલાના સંબંધી છે. તેમણે કહ્યું કે વર્ષ 2011માં જયલલિતાઈ બંને છ વર્ષો માટે પાર્ટીમાંથી બહાર કરી દીધા હતા, કારણ કે તેમણે અમ્માની સાથે “ગદ્દારી” કરી હતી.

મદુસૂદનને કહ્યું, “પાર્ટીમાં તેઓને કોઈ પણ ઔપચારિકતા વિના સામેલ કરવામાં આવ્યા હતા, જેથી હવે તેમને રદ કરવામાં આવે છે.”
આ જોવું દિલચસ્પ બનશે કે પન્નીરસેલ્વમ જૂથની આ “કાર્યવાહી”ની શું અસર થાય છે. આમ પણ આ જૂથ ગુરુવારે ચૂંટણી પંચમાં જઈને અરજી આપીને શશીકલાને પાર્ટીના મહાસચિવપદ પરથી દૂર કર્યા હોવાથી આ ચૂંટણીને “શૂન્ય” જાહેર કરવાની માંગણી કરી ચૂક્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY