AIADMK ના શશીકલા બન્યા કૈદી નંબર ૯૪૩૫, બનાવશે મીણબત્તી

AIADMK Chief Sasikala Became Prisoner Number 9435, Will Make The Candle

કોર્ટે ફગાવી શશીકલાએ માંગેલી આ સુવિધાઓ

તમિલનાડુમાં મુખ્યમંત્રી બનવાનો ઇન્તજાર કરી રહેલી AIADMK ના મહાસચિવ વી.કે. શશીકલાની ગુરુવારથી નવી ઓળખ બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં કૈદી નંબર ૯૪૩૫ બનશે.

બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં શશીકલાને મીણબત્તી અને અગરબત્તી બનાવવાનું કામ સોપવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે આત્મસમર્પણ કરવા માટે વધારે સમય આપવાનો ઇનકાર કરી દીધો હતો.

ત્યાર બાદ તેમણે સાંજે બેંગલુરુની સેસન્સ કોર્ટમાં આત્મ સમર્પણ કર્યું હતું. અહીંથી તેમને બેંગલુરુ સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેલમાં તેમણે એક સામાન્ય કૈદીની જેમ રહેવું પડશે.

સુપ્રીમ કોર્ટે વિશેષ સુવિધાઓની તેમની માંગણીને પણ ફગાવી દીધી હતી. આવકથી વધુ સંપત્તિના મામલામાં મંગળવારે સુપ્રીમ કોર્ટે સેસન્સ કોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો.

આવકના જ્ઞાત સ્રોત કરતા વધુ ૬૬ કરોડ રૂપિયા વધારે હોવાના મામલામાં AIADMK ના નેતા શશીકલાને ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે. લગભગ છ માસ જેટલો સમય તેઓ અગાઉ જેલમાં વિતાવી ચૂક્યા છે.

જેના કારણે હવે તેમણે સાડા ત્રણ વર્ષ જેલના સળિયા પાછળ વિતાવવા પડશે. શશીકલા ચેન્નઈથી બેંગલુરુ કોર્ટ પહોંચ્યા હતા. જેલની પાસે બનેલી તોડફોડની ઘટનામાં શશીકલાના કાફલાની ચાર કારને નુકશાન થયું હતું.

જેને જયલલિતાએ કાઢ્યા હતા તેને શશીકલાએ પરત લીધા

કોર્ટમાં આત્મસમર્પણ માટે ચેન્નઈથી જતા પહેલા શશીકલાએ એક મહત્વનો રાજનીતિક નિર્ણય લીધો હતો. તેમણે જયલલિતા દ્વારા પાર્ટીમાંથી પાંચ વર્ષપહેલા પક્ષમાંથી હાંકી કાઢેલા એવા પોતાના નિકટના સંબંધીઓ ટીટીવી દિનાકરન અને એસ. વેંકટેશને ફરીથી પાર્ટીમાં લઈ લીધા છે.

શશીકલાએ માંગી હતી આ સુવિધાઓ

પલંગ અને ટીવીની વ્યવસ્થા સહિતનો અલગ સેલ, હાથકડી ન પહેરાવાય, એક સેવક પણ આપવામાં આવે, ઘરનું ભોજન મળે, વેસ્ટર્ન ટોયલેટ, 24 કલાક ગરમ પાણી અને 24 કલાક મિનરલ વોટર મળે તેવી માંગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે તેણી આ માંગણીઓને ફગાવી દીધી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY