ભારતમાં વર્ષ ૨૦૨૦ સુધીમાં Internet યુઝર્સની સંખ્યા ૭૩ કરોડને આંબશે

ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં Internet નો ફેલાવો વધતાં દેશમાં 2020 સુધીમાં વપરાશકર્તાની સંખ્યા બે ગણી વધીને 73 કરોડ થશે. એક રિપોર્ટ મુજબ 2015ના અંતે દેશમાં ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા 35 કરોડ છે.નાસકોમ અને અકામાઇ ટેક્‌નોલોજિસના રિપોર્ટ ‘ધી ફ્યુચર ઓફ ઇન્ટરનેટ ઇન ઇન્ડિયા’ મુજબ ઇન્ટનેટ વપરાશકર્તાની બાબતે ચીન પછી ભારત બીજું સૌથી મોટું બજાર છે અને દેશમાં ઝડપી વિકાસની ગતિ જળવાઈ રહેશે.

ભારતમાં નવા ઇન્ટરનેટ યુઝર્સ પૈકી 75 ટકા ગ્રામ્ય વિસ્તારોમાંથી આવશે તેમ રિપોર્ટમાં જણાવ્યું હતું. મોટા ભાગના ઇન્ટરનેટ વપરાશકર્તાઓમાં સ્થાનિક ભાષામાં ડેટાનો વપરાશ રહેશે. વૈશ્વિક સ્તરે ઇન્ટરનેટ વપરાશની બાબતે ભારત અમેરિકા કરતાં આગળ નીકળી ગયું છે. દેશના છેવાડાના વિસ્તારો સુધી ઇન્ટરનેટનો વ્યાપ વધવાની અપેક્ષા છે અને તેનાથી વધુ તક સર્જાશે તેમ નાસકોમના પ્રેસિડન્ટ આર ચંદ્રશેખરે જણાવ્યું હતું.

દેશમાં ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો હોવાથી ઓનલાઇન શોપિંગમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ ઇ-કોમર્સ માર્કેટમાં ઓનલાઇન શોપિંગનો હિસ્સો 65 ટકાથી વધુ થાય છે જે ટ્રાવેલ કરતાં પણ વધારે છે. દેશમાં ઇ-કોમર્સ બજારનું કદ 2015-16માં 17 અબજ ડોલર રહ્યું હતું. 2020 સુધીમાં તે વધીને 34 અબજ ડોલર થવાની અપેક્ષા છે.

NO COMMENTS

LEAVE A REPLY